TRIP--11--રૂપાલ ગામ -પલ્લી મેળો

રૂપાલ ગામે પલ્લી મેળો

ગાંધીનગર જિલ્લાનું આ રૂપાલ ગામનું પહેલા નામ રૂપાવટી હતું ,
આ ગામે પાંડવ આવ્યા હતા અને તેમનાં સશ્ત્ર અહીં છુપાવીને રાખ્યા હતા તેવી લોક વાયકા છે .
વરદાયિની માતાના મંદિરના પરિસરમાં અર્જુન અને દ્રૌપદી નું મંદિર છે.
મા વરદાયિનીનું મંદિર હાલ પુનઃ નિર્માણ થાય છે,,

પલ્લી નામ અપભ્રંશ થયું છે .પાંડવોએ અહીં પંચ મહાબલી યજ્ઞ કર્યો હતો.
પલ્લીને પાંચ જ્યોત હોય છે-વચ્ચે ઉપર વરદાયિની મા અને બીજા દેવ  દેવી હોય છે.
તેને ઘી નો અભિષેક થાય છે.આમ પલ્લી વર્ષોથી ઘી થી પ્રાસાદિક થાય છે

આસો મહિનાના નવમા દિવસે અહીં માતાજી ની પલ્લી ભરાય છે.દસ થી બાર લાખ માણસો દર્શન કરવા આવે છે ,પોતાની માનતાનું ઘી લાવે છે અને માતાજીની પલ્લી પર ચઢાવે છે ,આ આસ્થાનો વિષય છે

પલ્લી દર વર્ષે નવી બનાવે છે ,ગામના સુથાર હોંશથી કરે છે ,માતાજીને નૈવેદ ખીચડી નું ધરાવાય છે ,
ગામના મહેમાનને પણ ખીચડી પીરસાય છે ,ગામના બહાર રહેતા લોકો પણ તે દિવસે ઘરે આવે છે.
દીકરી બહેન પણ પિયરમાં આવે છે ,દીપાવલીના જેવો આ તહેવાર ઉજવાય છે ,

જે જગ્યાએ થી પલ્લી નીકળે છે તે મોટા માઢ માં વર્ષો થી અમુક ના ઘરે ખીચડી નો નૈવેદ તૈયાર થયા બાદ
માતાજી ની આજ્ઞા થાય પછી પલ્લી ને ઉપાડી શકાય છે અને લઇ જઈ શકાય છે

પલ્લી દરેક ચોકમાં ઉભી રહે ત્યારે તેના પર ઘીનો અભિષેક થાય છે ,તે વખતે માતાઓ પોતાના દીકરા ને
આશીર્વાદ લેવા અને ઘી વાળો કરવા આપે છે ,આ કામ થતું જો તમે જોવો તો તમે ગભરાઈ જાવ
આટલા વર્ષોથી કઈ પણ દાઝવાનું કે બાળકને નુકસાન થયાનું અમને જાણ નથી.

એક વખત પલ્લી ચોકમાં મૂકી પછી તેને ઉપાડીને લઇ જવાની જવાબદારી તેના પછી ના નગરજનોની હોય છે. આમ બધાને આ લાભ મળે છે ,વૈષ્ણવ વાણીયાના ફળીયા આગળથી પસાર થાય ત્યારે તેમણે જ ઉપાડી
બીજા ચોક સુધી લઇ જવી પડે છે.તેમને  મદદ માટે મહેમાન બોલાવવા પડે છે.

જયારે મોટા માઢમાંથી નીકળી ચોકારી તરફ આવતી પલ્લી સાક્ષાત માતાજી આવતા હોય તેવું મેં અનુભવ્યું છે. પલ્લી પાંચ જગાએ પ્રગટેલી હોય છે ,હું રૂપાલ બે વર્ષ રહ્યો છું ,અનુભવે આ લખું છું .
મારુ હૃદય હાલ એટલું ભરાઈ આવ્યું છે કે બસ,,,,,દર વર્ષે હું મારા કુટુંબ સાથે દર્શને જાઉં છું....

બે ફોટા મૂકું છું એક પલ્લીનો અને  બીજો માતાજી વરદાયિની

પલ્લી
વરદાયિની માતાજી-રૂપાલ