suvichar -9

સુખ અને શાંતિ એટલે શું?

ગંભીરપણે ઊંડા વિચારથી જો સમજવા પ્રયત્ન કરીએ તો ...

સુખ અને શાંતિની આડે
જે અવરોધો આવે છે
તે  
આપણ ને સુખ અને શાંતિથી દૂર રાખે છે

અવરોધો
દૂર કરવા
મન સતત વિચારતું રહે છે .
અને
આ સતત વિચારતું મન અશાંત રહે છે .

આ અવરોધો આપણે પોતે જ ઉભા કરીએ છીએ ...

અવરોધો આવે છે ........

---કોઈક અમુક પ્રકારનું જીવન જીવાતું હોય તેનાથી
----કોઈ અમુક જાતના સમાજમાં રહેવાથી
---કોઈ અમુક ધર્મના અનુનાયી હોવાના કારણથી
---આપણા કોઈ સિદ્ધાંતો કે માન્યતા ના કારણથી

આ અવરોધોનું નામ આપવું હોય તો તેને
લોભ,કામ,ક્રોધ,ઈર્ષ્યા ,તૃષ્ણા ,મહત્વાકાન્ક્ષા એવા ઘણા નામો
આપી શકાય .

ઉપર નામ વાળા બધા -
કે પછી
એમાંના થોડા
કામળા ઓ ઓઢીને આપણે બેસી જઈએ છીએ.
અને બુમો મારે જઈએ છીએ.કે----
ખૂબ જ ગરમી લાગે છે.

ઉપાય એકદમ સહેલો છે
કામળા ઓ ફેકી દેવાના છે.
તો પછી સુખ અને શાંતિ જ છે.

અથવા તો સાવચેતી રૂપે જો
કામળા ઓ ઓઢીએ જ નહી ........

અવરોધો આવતા પહેલાં જ જો ટાળી શકીએ તો
સુખ અને શાંતિ છે જ .......

"સંસાર માં છીએ તો સંસાર ના લોકો ની જેમ જીવવું પડે "
એવી વાહિયાત દલીલો જોવા વારંવાર મળતી હોય છે .

જો
આ સંસાર ને
જોઈએ તો તે --
અસંખ્ય જુદી જુદી જાતના -
સમાજો --જ્ઞાતિ ઓ --ધર્મો--પંથો-સંપ્રદાયો-વાદો નો બનેલો છે.

વળી દરેક જણ બીજાને એમ ઠસાવવા મથતો હોય છે કે
પોતે જે રાહ અનુસરે છે તે જ સારા માં સારો છે.
અને તે જ અનુસરવા યોગ્ય છે.

આજે અહીં તો કાલે તહીં એમ
સંસાર ના આવા જુદા જુદા લોકોની  જેમ જીવવાના
સંઘર્ષ માં શાંતિ ક્યોંથી હોય?

આમ સુખ અને શાંતિ ની આડે આવનાર આપણે પોતે જ છીએ.

પાછી આશ્ચર્ય ની વાત તો એ છે કે
આવી અશાંતિ ઉભી કરીને આપણે-
કાં તો બીજા ઓ ના મદદ ની રાહ જોઈને ઉભા રહીએ  અથવા
અશાંતિ ના પ્રશ્ન નો નિરાકરણ શોધવાનો
પ્રયાસ કરીએ છીએ.
અને
સમય અને શક્તિ બંને નો નો દુર્વ્યય કરીએ છીએ.

આવું જયારે કરીએ ત્યારે
આપણે વસ્તુને ત્યાં શોધી રહ્યા છીએ કે જે ત્યાં નથી.

Anil Shukla